હડતાળ:અરવલ્લીના વર્ગ-3 ના 520 થી વધુ આરોગ્ય કર્મીઓની માંગણીઓના પ્રશ્ને આજથી હડતાળ

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ જિલ્લા કર્મચારી મહામંડળે રજૂઆત કરતાં નિરાકરણ આવ્યું ન હતું
  • અરવલ્લી જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા કલેક્ટર, DDO તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને પત્ર દ્વારા જાણ કરાઈ

રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ, ગાંધીનગરના દ્વારા પડતર માંગણીઓના પ્રશ્ને આજ થી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનો નિર્દેશ કરતાં અરવલ્લી જિલ્લાના આરોગ્ય વિભાગમાં જુદી જુદી જગ્યાએ ફરજ બજાવતા વર્ગ-3 ના આરોગ્ય વિભાગના 520 કરતાં વધુ કર્મીઓ પડતર માંગણીઓના પ્રશ્ને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાના છે.

જિલ્લા આરોગ્ય કર્મચારી મહા મંડળ દ્વારા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને પત્ર દ્વારા જાણ કરાઈ છે કે જીલ્લા પંચાયત હસ્તકના આરોગ્યના કર્મચારીઓની પડતર પ્રશ્નોની સરકારમાં વારંવારની રજૂઆત કરવા છતાં પડતર પ્રશ્નોનું સરકાર દ્વારા નિરાકરણ ન આવતા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ, ગાંધીનગરના આદેશ અન્વયે અરવલ્લી જિલ્લાના પ્રા.આ.કેન્દ્ર, તાલુકા આરોગ્ય કચેરી તથા જિલ્લા કક્ષાએ આરોગ્ય શાખામાં ફરજ બજાવતા મ.પ.હે.વ., ફી.હે.વ., મ.પ.હે.સુ., ફી.હે.સુ., ટી.એચ.એસ., ટી.પેચવી. તથા જિલ્લા કક્ષાના સુપરવાઈઝરો સહિતની કેડરના 520 કરતાં વધુ તમામ આરોગ્યના કર્મચારીઓ તા.08-08-2022 ને સોમવારથી અચોક્કસ મુદતની હડતાળમાં જોડાશે.

અરવલ્લી જિલ્લા આરોગ્ય કર્મચારી મહામંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે અગાઉ આરોગ્ય વિભાગના કર્મચારીઓની પડતર માંગણીઓના પ્રશ્ને મંત્રી તેમજ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ સાથે રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ની બેઠક દરમિયાન રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ તેનું આજદિન સુધી કોઇ નિરાકરણ ન આવતાં રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના મળેલા આદેશ ના પગલે જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...