ભારતીય કિસાન સંઘ મેદાને:અરવલ્લી અને સાબરકાંઠાના 1500થી વધુ ખેડૂતોએ નેશનલ હાઇવે ચક્કાજામ કર્યો, ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

અરવલ્લી (મોડાસા)22 દિવસ પહેલા

હાલ ચૂંટણીનો માહોલ છે, ત્યારે દરેક સંગઠનો પોતાની માંગણીઓને લઈ તંત્ર પાસે આંદોલન દેખાવો સ્વરૂપે પોતાની માંગ મુકતા હોય છે. ત્યારે આજે અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ચક્કાજામ કર્યું હતું.

ભારતીય કિસાન સંઘ દ્વારા આજે મોડાસાના રાજેન્દ્ર નગર ખાતે આશ્ચર્યજનક રીતે હિંમતનગર - ઉદયપુર નેશનલ હાઇવે નં - 8 ચક્કાજામ કર્યો હતો. ખેડૂતોએ પોતાની પડતર માંગણીઓ જેવી કે વિજબીલ માફી, મહેસુલને લગતી, પશુપાલનને લાગતી, ખાતર બિયારણના ભાવ વધારા વગેરે માંગણીઓને લઈ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચક્કાજામ કર્યું હતું. ચક્કાજામ કરતા નેશનલ હાઇવે પર મોટા અને ભારે વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી હતી. સમગ્ર ઘટના અંગે મોડાસા રૂલર પોલીસ ઘટના સ્થળે પહોંચી જો કે થોડી વાર માટે પોલીસ અને ખેડૂતો સાથે ઘર્ષણ થયું હતું. અંતે સમજાવટ બાદ ખેડૂતો વિખેરાઈ ગયા હતા અને આગામી સમયમાં જો માંગ ન સ્વીકારાઈ તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...