કાર્યવાહી:મેઘરજના તુંબલીયા પાસે ડાલામાંથી 1 લાખથી વધુનો વિદેશી દારૂ પકડાયો

મોડાસા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાલીયાકૂવા સારંગપુર રોડ પર પોલીસને જોઇ ચાલક ભાગવામાં સફળ

અરવલ્લી જિલ્લા એલસીબીએ મેઘરજના તુંંબલીયા પાસેથી રૂ. એક લાખ ઉપરની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થઈ રહેલા મહેન્દ્રા બોલેરો પીક અપ ડાલાને બાતમીના આધારે ઝડપી પાડ્યું હતું.જોકે પોલીસની નાકાબંધી જોઈને ચાલક ભાગી છૂટ્યો હતો. અરવલ્લી એલસીબીએ કાલીયાકૂવા બોર્ડરથી સારંગપુર તરફ જતા રોડ ઉપર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.

દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મહેન્દ્રા બોલેરો પીકઅપ ડાલા નંબર gj 23 એક્સ 8578 માં વિદેશી દારૂનો જથ્થો ભરીને પીકઅપ ડાલું કાલીયાકૂવા બોર્ડર તરફથી સારંગપુર થઈને તુંબલીયા થઈ ગુજરાતમાં પ્રવેશ કરવાનું હોવાની માહિતીના આધારે પોલીસે ઉપરોક્ત પીકઅપ ડાલાને નાકાબંધી ગોઠવીને તુંબલીયાની સીમમાંથી ઝડપી પાડ્યું હતું. તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 792 મળી હતી પોલીસે રૂ. 106,800 નો વિદેશી દારૂનો જથ્થો અને પીકપ ડાલા સહિતનો કુલ રૂ.606800 નો મુદ્દામાલ કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...