કાર્યવાહી:મેઘરજના શાંતિપુરા પાણીબાર પાસે કારમાંથી 1 લાખથી વધુનો દારૂ જપ્ત

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી એલસીબીએ પીછો કરતાં ચાલકે 25 કિમી પોલીસને દોડાવી

અરવલ્લી જિલ્લા એલસીબીએ મોડાસાની ઇજનેરી કોલેજ ત્રણ રસ્તા પાસેથી વિદેશી દારૂ ભરેલી કારનો પીછો કરતા બુટલેગરે કાર ભગાવતા પોલીસે પીછો કરતાં બુટલેગર 25 કિમી દૂર મેઘરજના શાંતિપુરા પાણીબાર પાસે 1 લાખથી વધુનો વિદેશી દારૂ ભરેલી કાર મૂકીને ભાગી છૂટ્યો હતો.

અરવલ્લી એલસીબી મોડાસાની એન્જિનિયર કોલેજ ત્રણ રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતો દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે રાજસ્થાનથી કાર નં. જીજે જીરો વન એચ એક્સ 1776 માં વિદેશી દારૂ ભરી શખ્સ શામળાજીથી મોડાસા થઈ આગળ જવાનો હોવાની માહિતીના આધારે પોલીસે નાકાબંધી કરતા કાર ત્યાંથી પસાર થતાં પોલીસે ઉભી રાખવાની કોશિશ કરતાં ચાલકે કાર ભગાવી હતી.

પોલીસે આગળના કાચ ઉપર ડંડો માગતા કાચ તૂટી ગયો હતો તેમ છતાં પણ ચાલકે કાર હંકારી મૂકતાં કાર મોડાસાના દેવરાજ સાયરા થઈ અમરાપુર થઈ મેઘરજના ઈસરી તરફ હંકારી મૂકી હતી. બુટલેગર રાજસ્થાનની હદમાં પહોંચે તે પહેલા પોલીસે ઇસરી પોલીસને જાણ કરીને નાકાબંધી કરી હતી.

પરિણામે બુટલેગર વિદેશી દારૂ ભરેલી કાર શાંતિપુરા પાણીબાર રોડ વચ્ચે મૂકીને ભાગી છૂટ્યો હતો પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી 1.5 લાખનો દારૂ મળ્યો હતો. પોલીસે વિદેશી દારૂની બોટલ 409 અને ગાડી સહિત કુલ રૂ. 605000 નો મુદ્દામાલ કબજે લઇ ભાગી છૂટેલા બુટલેગરની તલાશ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...