ચેમ્પિયન:મધ્ય ઝોન હોકી સ્પર્ધામાં અંડર-17માં મોડાસાની ભાઈઓ અને બહેનોની ટીમો અમદાવાદને હરાવી વિજેતા બની

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી અંડર-14ની ભાઈઓની ટીમે અમદાવાદ ગ્રામ્યને હરાવીને મેદાન માર્યું

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા મોડાસામાં મધ્ય ઝોન હોકી ટૂર્નામેન્ટ સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાની અંડર-17 ભાઈઓ અને અંડર-17 બહેનોની ટીમનો અમદાવાદની ટીમ સામે વિજયી થઇ હતી. મોડાસામાં તા. 15 મીથી શરૂ થયેલી સ્પર્ધા તા. 21 મે દરમિયાન યોજાઈ રહી છે. જેમાં હજુ જુદા જુદા ગ્રુપના 320 જેટલા ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લેવાના હોવાનું રમત વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

મોડાસામાં અરવલ્લી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લાના અંડર-17 ભાઈઓ અને અંડર 17 બહેનોની જુદી-જુદી ગ્રુપની ટીમ માં 900 કરતાં વધુ ખેલાડીઓએ હોકી સ્પર્ધામાં ભાગ લીધો છે. જેમાં જુદા જુદા ગ્રુપના ત્રણ દિવસમાં 600 જેટલા ખેલાડીઓ હોકી સ્પર્ધામાં ભાગ લીધો હતો. મોડાસાના એમ એલ ગાંધી કેળવણી મંડળના ગ્રાઉન્ડમાં યોજાયેલ ખેલમહાકુંભ મધ્ય ઝોન હોકી ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો.

જેમાં અલગ અલગ ગ્રુપ વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી જેમાં અંડર ભાઈઓ 17 વય ગ્રુપ માં અરવલ્લી vs અમદાવાદ સીટી વચ્ચે ફાઇનલ સ્પર્ધા યોજાતાં અરવલ્લીની ટીમ વિજેતા થઈ હતી. તેજ રીતે અંડર 17 બહેનોમાં અરવલ્લી અને અમદાવાદ વચ્ચે ફાઇનલ રમાઇ હતી. જેમાં અરવલ્લી જિલ્લાની ટીમ વિજેતા જાહેર થઈ હતી. અંડર 14 ભાઈઓમાં ફાઇનલ અરવલ્લી અને અમદાવાદ ગ્રામ્ય વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી જેમાં અરવલ્લીની ટીમ વિજેતા થઇ હતી. તમામ વય જૂથની વિજેતા અને ઉપ વિજેતા બંને ટીમને અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારી અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...