પહેલા સફાઈ કે ભણતર?:મોડાસાની પ્રા. શાળામાં વિદ્યાર્થીઓ પાસે શિક્ષકો દ્વારા સફાઈ કામ કરાવતા દૃશ્યો સામે આવ્યા

અરવલ્લી (મોડાસા)24 દિવસ પહેલા

સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે તે માટે અનેક વિધ યોજનાઓ લાવવામાં આવી છે. ત્યારે કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે સફાઈકામ કરાવી વિદ્યાર્થીઓનું શોષણ કરવામાં આવે છે.

મોડાસા તાલુકાની રાસુલપુર અને મહાદેવપુર પ્રા.શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા શાળાના મેદાનમાં સફાઈકામ કરતા દૃશ્યો સામે આવ્યા છે. હાથમાં સાવરણી અને કચરાપેટી લઈને શાળાનું મેદાન શિક્ષકો દ્વારા સાફ કરાવતા હોવાનું સામે આવ્યું છે.

એક તરફ શિક્ષકો દ્વારા ગુણવત્તા શિક્ષણ આપવાનું નક્કી કરાયું છે. ઓછું પરિણામ વાળી શાળાઓના શિક્ષકો દ્વારા 45 મિનિટ વધારે સમય બાળકોને ભણાવવાનો આદેશ કર્યો છે. ત્યારે બીજી બાજુ ગુરુજનો દ્વારા વિદ્યાર્થીઓનું શોષણ કરવામાં આવે છે. ત્યારે શું આમ ભણશે ગુજરાત? એ એક સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...