વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં છે. ત્યારે દરેક પાર્ટીના સદસ્યોએ ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેને લઈ ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદશનો રાજીનામાં અને અપક્ષ ઉમેદવારીની ઘટનાઓ સામે આવી છે.
મોડાસાના ટીંટોઇ ગામે મોડાસા તાલુકા પંચાયતમાં ટીંટોઇ -2 સીટ પર આપમાંથી વિજયી બનેલા રાહુલ સોલંકી શરૂઆતથી જ જ્યારે આપમાં અરવલ્લી જિલ્લામાં કોઈ નહોતું ત્યારથી પાર્ટીને મજબૂત કરવા ઘરના લાખો રૂપિયા ખર્ચી સંગઠનનું કામ કર્યું હતું. રાહુલ સોલંકીએ મોડાસા વિધાનસભા માટે ટિકિટ માગી હતી. પાર્ટીએ પણ પ્રોમિસ આપી હતી. આપના યુવરાજસિંહ દ્વારા ટીંટોઇ ગામમાં એક હજારથી વધુ મતદારો વચ્ચે રાહુલ સોલંકી મોડાસા બેઠક માટે મજબૂત ઉમેદવાર અને તેમની ટિકિટ પાકી હોવાની જાહેરાત કરી હતી. તેમ જણાવ્યું હતું છતાં પાર્ટી દ્વારા બહારના ઉમેદવારને ટિકિટ આપતા ટીંટોઇ અને આસપાસના 50 થી વધુ ગામોના હજારો કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
જેને લઈ રાત્રે ટીંટોઇ ગામે રાહુલ સોલંકીનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું અને આસપાસના 50 થી વધુ ગામના 1000 કરતા વધુ કાર્યકરોએ કેજરીવાલ મુરદબાદના નારા લગાવ્યા હતા. રાહુલ સોલંકીને ઉપસ્થિત સૌ કાર્યકરોએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા માટે જણાવ્યું હતું. રાહુલ સોલંકીએ પણ અપક્ષ ઉમેદવાર તરીકે લડવાનું નક્કી કર્યું હતું. આમ મોડાસા વિધાનસભા પર આમ આદમી પાર્ટીમાં ભડકો જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.