પોલીસતંત્ર સફાળુ જાગ્યું:મોડાસા રૂરલ PSIએ પંથકની મુલાકાત લઇ બંદોબસ્ત ગોઠવ્યો

સરડોઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરડોઈ પંથકમાં બુકાનીધારી તસ્કરોના ચોરીના પ્રયાસથી ફફડાટ
  • ચોરીના પ્રયાસ કરવાનો અહેવાલ પ્રસિદ્ધ થતાં પોલીસતંત્ર સફાળુ જાગ્યું

મોડાસાના સરડોઈ ચામુંડાડુંગરની તળેટી વિસ્તાર અને જૂના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુકાનીધારી તસ્કરો ઘરો ઉપર પથ્થર નાખી ચોરીના પ્રયાસ કરતાં હોવા બાબતના સમાચાર પ્રસિદ્ધ થતાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ. આઈ. દેવુસિંહ ગઢીયા એ જૂના પોલીસ સ્ટેશનના વિસ્તારના રહીશોની મુલાકાત લીધેલ સરડોઈ ગ્રામ પંચાયતના સરપંચ ઉષાબા જે. પુવાર તથા પૂર્વ સરપંચ જયદત્તસિંહ આર. પુવારની રજૂઆતને ધ્યાને લઈ વિનયસિંહ પુવાર -રાજપૂત ફળી, મોતીભાઈ નાયક -નાયક ફળી, વિનુભાઈ પંચાલ-પંચાલ ફળી, રાણાભાઇ ભરવાડ -, ભરવાડ ફળી, પબાભાઈ ભરવાડ -ઈન્દીરાનગર તેમજ સ્ત્રી -પુરુષોએ પોલીસ નિવેદનમાં જણાવેલ કે રાત્રિના સમયે ઘરો ઉપર પથ્થર નાખી બુકાનીધારીઓ ઘરોના પાછળના વરંડાઓમાં ઉતરી ચોરી કરવાનો પ્રયાસ કરાતાં લોકો જાગી જતાં નાસી છૂટતા હોય છે.

જેથી આ વિસ્તારમાં પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવવા અમારી માગણી છે. આ માંગણીને ધ્યાનમાં રાખી 4 થી મે ના રોજ થી જ સઘન પોલીસ બંદોબસ્ત તેમજ હોમગાર્ડ પોઇન્ટ ફાળવાતાં રહીશોમાં રાહતની લાગણી પેદા થવા થઇ છે.

અન્ય સમાચારો પણ છે...