વિધાનસભાની ચૂંટણી પછી કોણ કોણ મંત્રી બનશે અને ક્યાં જિલ્લાને પ્રતિનિધિત્વ મળશે એ બાબતનો ઇન્તજાર તમામ જિલ્લાવાસીઓ અને તમામ ચૂંટાયેલ ધારાસભ્યોને હોય એ સ્વાભાવિક છે. ત્યારે ખૂબ લાંબા સમય બાદ મોડાસા વિધાનસભાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારને પણ પ્રદેશમાંથી શપથ લેવા માટે ટેલિફોનિક જાણ કરાઈ હતી.
આજે ગુજરાત વિધાનસભાના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેવાના છે. તેમની સાથે સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લેશે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા વિધાનસભા બેઠક પર વિજેતા બનેલા ભીખુસિંહ પરમારને પણ ટેલિફોનિક જાણ થઈ છે. ત્યારે ભીખુસિંહ પરમાર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, અરવલ્લી જિલ્લાને પ્રથમ વખત સરકારમાં મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. સમગ્ર પંથકના કાર્યકરોમાં ખુશીનો માહોલ છે અને આ વિસ્તારના સામાન્યમાં સામાન્ય માણસોના વિકાસના કામો કરવા એ મારી પ્રાથમિકતા હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.