જાહેરનામું:મોડાસા-ધનસુરા સ્ટેટ હાઇવે રેલવે ફાટકના સમારકામને લઇ આજથી ત્રણ દિવસ બંધ

મોડાસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાન અમદાવાદ નડિયાદથી આવતા વાહનોને અન્ય રસ્તા ઉપર ડાયવર્ટ કરાયાં

મોડાસા ધનસુરા નડિયાદ સ્ટેટ હાઇવે પર આવેલા મોડાસાથી ધનસુરા રોડ ઉપરના રેલવે ફાટક નંબર 82 રેલવે વિભાગ દ્વારા સમારકામ કરવાનું હોઇ આજે તા. 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમિયાન ઉપરોક્ત રસ્તા ઉપર થી પસાર થતા વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.જોકે રાજસ્થાન અને અમદાવાદ તેમજ કપડવંજ અને હિંમતનગર તરફથી આવતા વાહનોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જુદા જુદા રસ્તાઓ પર ડાયવર્ટ કરવા કલેક્ટર દ્વારા આદેશ કરાયા છે.

તદુપરાંત કલેકટરે જિલ્લા સેવાસદન ત્રણ રસ્તા હજીરા ત્રણ રસ્તા સહયોગ ચાર રસ્તા રાણા સૈયદ ત્રણ રસ્તા ખાતે તેમજ ધનસુરા ચાર રસ્તા ખાતે તેમજ રેલવે ફાટકવાળી જગ્યાએ ટ્રાફિક નિયમન થાય તે માટે વોકીટોકી સેટ સાથે ટ્રાફિકના માણસો મૂકવા વિભાગીય અધિકારીને આદેશ કરાયા છે. ટ્રાફિક નિયમન થાય કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને હંગામી પ્રતિબંધનો અમલ થાય તે માટે યોગ્ય આયોજન કરવા અધિકારીઓને આદેશ કરાયા છે.

વાહનોને આ રસ્તા પર ડાયવર્ટ કરાયાં
-રાજસ્થાન મોડાસાથી ધનસુરા બાયડ કપડવંજ જતાં ભારે વાહનો મોડાસા સહયોગ પેટ્રોલપંપ રાણા સૈયદ ડાયવર્ટ કરી માલપુરના સોમપુર થઈ ધનસુરા તરફ ડાયવર્ટ કરાયા છે.
{-રાજસ્થાન મોડાસાથી ધનસુરા અમદાવાદ તરફ જતાં ભારે વાહનો જિલ્લા સેવાસદન ત્રણ રસ્તાથી હજીરા ત્રણ રસ્તા રાજેન્દ્ર નગર ચોકડીથી રાજેન્દ્ર નગર હિંમતનગર તરફ અમદાવાદ તરફ ડાયવર્ટ કરાયાં
-મોડાસાથી ધનસુરા બાયડ કપડવંજ તરફ જતાં નાના વાહનોને કોહલી ખડથી ગારુડી અમરગઢ કંપા શિકા ચોકડી તરફ તથા અમદાવાદ જતા વાહનોને કોલીખડ અમરગઢ કંપા કિશોરપુરા ચોકડી કીડી તરફ ડાયવર્ટ
-કપડવંજ બાયડતરફથી મોડાસા આવતા મોટા વાહનોને ધનસુરા નજીકથી માલપુર ચોકડી માલપુર તરફ ડાયવર્ટ કરાયા તેમજ નાના વાહનોને શિકા ચોકડી થી કિશોરપુરા ચોકડી લીંભોઈ તરફ ડાયવર્ટ કરાયાં છે.
-અમદાવાદ ગાંધીનગર તલોદ તરફથી આવતા તમામ વાહનો કીડી કિશોરપુરા ચોકડી લીંભોઇ થઈ મોડાસા તરફ ડાયવર્ટ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...