ધરપકડ:મોડાસાના વણીયાદમાંથી મોબાઇલ ચોર પકડાયો, 5 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

મોડાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને નજકેદ કરાયો, 54હજારનો મુદ્દામાલ જપ્ત

અરવલ્લી એલસીબીએ બાતમી આધારે મોડાસાના વણીયાદ પંથકમાંથી ચોરાયેલ મોબાઈલની કિં. 54 હજારના મુદ્દામાલ સાથે પાંચ મોબાઇલ સાથે શખ્સને ઝડપી પાડ્યો છે જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને નજરકેદ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને પોલીસ સ્ટાફના માણસો મિલકત સંબંધીત ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે મોબાઈલ ચોરીનો આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જીપમાં બેસી મોડાસામાં મોબાઇલ વેચવા માટે આવવાના છે.

જે બાતમી અન્વયે એલસીબી પોલીસે પેલેટ ચોકડી આગળ મેઘરજ મોડાસા સાયરા રોડ તરફથી આવતા વાહનોની વોચમાં હતા તે દરમિયાન જીપમાંથી બે શખ્સો મળતાં બંનેની પૂછપરછ કરી અંગઝડતી કરતાં એક આરોપીના ખિસ્સા માંથી ત્રણ મોબાઇલ મળ્યા હતા. જે મોબાઈલ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અગાઉ ચોરીના ગુનામાં ગયેલ હકીકત બહાર આવાતાં અટકાયત કરી તેમજ બીજા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને નજરકેદ કરી કાર્યવાહી અર્થે મોડાસા રૂરલ પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...