બેઠક:ધારાસભ્યોની જળસંચય, R&B અને વિકાસના કામોના પ્રશ્નોની રજૂઆત

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં

અરવલ્લી જિલ્લા સેવાસદનમાં કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય જશુભાઇ પટેલે અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરનાં જળસંચય, માર્ગ મકાન અને વિકાસ, વિજળી, શિક્ષણ, રેવન્યુને લગતા પ્રશ્નોની રજૂઆત કરાઇ હતી. કલેક્ટરે વહીવટી કામગીરી ઝડપથી પરિણામ સભર બનાવવા અધિકારીઓને સૂચન કર્યા હતા.

બેઠકમાં જિલ્લાની વિકાસલક્ષી યોજનાઓ જેવીકે પ્રધાનમંત્રી આવાસ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, અટલ પેન્શન યોજનાઓને લઇને ચર્ચા કરાઇ હતી. જિલ્લાના વિકાસને લઇને કલેક્ટર અને ધારાસભ્યો તેમજ અધિકારીઓ વચ્ચે બેઠકમાં ચર્ચા વિચારણા કરાઇ હતી. બેઠકમાં સેવાસેતુ કાર્યક્રમ હેઠળ કરાયેલી કામગીરીની પણ સમીક્ષા કરાઇ હતી.

બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન અંગે પણ ચર્ચા કરાઇ હતી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ હતી. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા કલેક્ટર દ્વારા અધિકારીઓને સૂચન કર્યા હતા.

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા તિવેટિયા , જિલ્લા પોલીસવડા સંજય ખરાત સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ , ધારાસભ્ય જશુભાઇ પટેલ અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...