ભીખુસિંહ પરમારે પતંગ ચગાવી...
ઉત્તરાયણનો પર્વ હર્ષ અને ઉમંગનો પર્વ છે. ત્યારે નવ યુવાન ભાઈ બહેનો ખૂબ ઉત્સાહથી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરતા હોય છે. ત્યારે રાજકીય નેતા પણ ભારે ઉલ્લાસ પૂર્વક પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વ મનાવતા હોય છે.
ગુજરાત સરકારમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે આજે માદરે વતન અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ઉત્તરાયણ પર્વ મનાવ્યુ હતું, મોડાસાના ભાજપ કાર્યકર કિશોર જોશીના નિવાસ સ્થાને કાર્યકરો સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વ મનાવ્યું હતું. તેઓએ આજના દિવસે જણાવ્યું કે, પ્રતિબંધિત જીવલેણ ચાઈનીઝ દોરીનો બહિષ્કાર કરવા અનુરોધ કર્યો હતો. તમામ રાજ્યવાસીઓને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી હતી.
પોલીસ પરિવાર દ્વારા જીનિયસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉજવણી...
ઉત્તરાયણ પર્વની પ્રજાજનો ભારે હર્ષ અને ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરી રહ્યા છે. ત્યારે અધિકારી વર્ગ પણ ઉત્તરાયણની ઉજવણીથી બાકાત નથી. જિલ્લાના પોલીસ પરિવાર દ્વારા ઉત્તરાયણની મોડાસા ખાતે ઉજવણી કરાઈ હતી.
અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા ખાતે આવેલા જીનિયસ હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં અરવલ્લી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સામુહિક રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા માલપુર રોડ પર આવેલી જીનિયસ સ્કૂલના મેદાનમાં સંગીતના તાલે ઉત્તરાયણ પર્વની પોલીસ પરિવાર દ્વારા સામુહિક રીતે કરવામાં આવેલી ઉજવણી પ્રસંગે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, ડીવાયએસપી કે.જે. ચૌધરી સહિત 100થી વધુ પોલીસ કર્મીઓના પરિવાર દ્વારા પતંગ ચગાવાયા હતા. ઉત્તરાયણ પર્વ ભાઈચારા અને એકતાથી ઉજવવા જિલ્લા પોલીસ વડા દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.