નિયંત્રણ ટીમ સાથે બેઠક:અરવલ્લીમાં કેન્દ્રીય ચૂંટણી પંચના એક્સપેન્ડેચર ઓબ્ઝર્વર સાથે બેઠક

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસકર્મીઓ વિશે ચર્ચા કરાઇ

અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી ર્ડો. નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં,કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત થયેલા એક્સપેન્ડેચર ઓબ્ઝર્વેર અને ચૂંટણી ખર્ચ નિયંત્રણ ટીમ સાથે યોજાઇ બેઠક યોજાઈ હતી. વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022, અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ર્ડો. નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ વિવિધ કમિટીઓ અને નોડલ અધિકારીઓ કામગીરી અનુસંધાને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત થયેલા એક્સપેન્ડેચર ઓબ્ઝર્વર એ. વી. ટી. ભારતીદાસન IRS જિલ્લા એક્સપેન્ડિચર નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી કમલ શાહની હાજરીમાં ચૂંટણી ખર્ચ નિયંત્રણ ટીમ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

એક્સપેન્ડેચર ઓબ્ઝર્વર એ. વી. ટી. ભારતીદાસન IRS દ્વારા આ ટીમોએ કરવાની થતી કામગીરી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથો સાથ નાયબ ચૂંટણી અધિકારી પાસેથી ચૂંટણીલક્ષી બજાવેલી ફરજો અને જવાબદારીઓની વિસ્તૃત જાણકારી અપાઇ હતી. સાથે એક્સપેન્ડેચર અને જનરલ ઓબ્ઝર્વરોને ફાળવેલી બેઠકના રૂટ, મતદાર વિધાનસભા વિસ્તારની આંકડાકીય માહિતી, ભૌગોલિક પરિસ્થિતિ, ફરજ બજાવનાર અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ કર્મીઓ વિશે ચર્ચા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...