ખેડૂતો લાલઘૂમ:મોડાસાના ઉમેદપુર (જીવણપુર)માં સભામાં 14 ગામના ખેડૂતોનો આક્રોશ, સરકારને રેલવેમાં જમીન ન આપવા નિર્ણય

મોટીઇસરોલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોડાસાના ઉમેદપુરમાં ગુરુવાર રાત્રે સભા યોજાઇ હતી. - Divya Bhaskar
મોડાસાના ઉમેદપુરમાં ગુરુવાર રાત્રે સભા યોજાઇ હતી.
  • રેલવે સંપાદિત જમીનનો ભાવ સરકારે નજીવો આપતાં ખેડૂતો લાલઘૂમ

મોડાસા-શામળાજી બ્રોડગેજ રેલવે સંપાદિત જમીનના નીચા ભાવો મળતાં 14 ગામના ખેડૂતોની ઉમેદપુર (જી)માં સભા યોજાઇ હતી અને સરકારને હવેથી રેલવેમાં જમીન ન આપવા સર્વાનુમતે નિર્ણય કરાયો હતો. મોડાસા-શામળાજી બ્રોડગેજ રેલવેમાં જમીન સંપાદન કરી નાખી છે. સતત ખેડૂતો તરફથી વિરોધ કરવા છતાં સંપાદન કરેલ 14 ગામના ખેડૂતોની આજીવિકા સમાન ફળદ્રુપ જમીન નહીવત કિંમત દર્શાવી 14 ગામોમાંથી 11 જેટલા ગામોને સરકારે ખેડૂતોને એવોર્ડ જાહેર કરી જમીનની કિંમત નહીંવત દર્શાવી છે.

નજીવી કિંમત દર્શાવતા રેલવેમાં જતી 14 ગામના 410 ખેડૂતોની 94 હેક્ટર જમીનની મહત્તમ કિંમત ચૂકવવા ખેડૂતોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છતાં સરકાર તરફથી કોઈ જ તજવીજ હાથ ન ધરાતાં ખેડૂતોએ ગુરૂવાર રાત્રે 8 વાગે મોડાસાના ઉમેદપુર (જીવણપુર) ગામના મંદિરે ખેડૂત નેતા સાગર રબારીની ઉપસ્થિતિમાં સભા રાખવામાં આવી હતી.

જેમાં અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સભામાં હવેથી સરકારને રેલવેમાં જમીન ન આપવા તમામ ખેડૂતોએ સંમતિ આપી હતી અને આગામી સમયમાં બાઇક રેલી અથવા સભા રાખી રેલવેમાં જતી જમીન નો વિરોધ નોંધાવી કલેક્ટર કચેરીએ લેખિતમાં આવેદન અપાશે તેવું કિસાન સમન્વય સમિતિના જયદેવ પટેલ, ગજાનંદ પટેલ દ્વારા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...