મિલકત વેરો ના ભરતા પ્રોપર્ટી સીલ:મોડાસામાં માર્કેટયાર્ડ અને રહેણાંક મિલકતને સીલ કરવામાં આવી, નોટિસ આપ્યા બાદ પણ વેરો ભર્યો નહોતો

અરવલ્લી (મોડાસા)17 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોઈપણ ગ્રામ પંચાયત હોય કે નગરપાલિકા, તેના દ્વારા મળતી સુવિધાઓનો લાભ મેળવતા મિલકત ધારકોએ નિયત કરેલ વેરો ભરવો તેની ફરજ છે. સમય પ્રમાણે વેરો ના ભરાય તો એ મિલકત સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે મોડાસા નગરપાલિકાએ વેરો ના ભરનારાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. મોડાસા નગરપાલિકાના તમામ વોર્ડમાં આવેલ કાચી પાકી મિલકતોનો જેટલો પણ વેરો ભરવાનો થાય છે તે પાલિકા દ્વારા મિલકત ધારકોને અગાઉ નોટિસ આપી જાણ કરવામાં આવી હતી. તેમ છતાં ઘણા મિલકત ધારકોએ વેરો ભર્યો નથી અને પ્રોપર્ટી ટેક્સના નાણાં ના ભરનાર સામે સામે કાર્યવાહી કરવામાં આવી છે.

2022-23ના વર્ષમાં પાલિકાનો પ્રોપર્ટી ટેક્સ ના ભરનાર બાકીદાર મિલકત ધારકોને નોટિસ આપ્યા બાદ તેમની મિલકતો સીઝ કરવામાં આવી છે. આજે માર્કેટયાર્ડ તેમજ રહેણાંકના મકાનો પર નોટિસ લગાવી સીલ કરાયા છે. જેથી અન્ય બાકીદારોમાં ભારે ડર વ્યાપી ગયો છે. આમ પાલિકા સત્તાધીશોની કડક કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પણ કામગીરી બાબતે સહજતા અનુભવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...