કાર્યવાહી:મોડાસામાં ચોરીનું ટેબલેટ વેચવા આવેલ શખ્સ ઝબ્બે

મોડાસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેપટોપ મોડાસાના કઉકૂકડીના શખ્સે વેચ્યુ હોવાનું તપાસમાં રાજસ્થાનના શખ્સની કબૂલાત

મોડાસા શહેરમાંથી ચોરાયેલું ટેબલેટ વેચવા આવેલા રાજસ્થાનના પીઠના શખ્સને એલસીબીએ બાતમી આધારે 15,000 ના ટેબલેટ સાથે દબોચી લીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન લેપટોપ તેને મોડાસાના કઉકૂકડીના અને હાલ પીઠ સીમલવાળામાં રહેતા હુસેન ઉર્ફે બિલ્લા ભટ્ટીએ તેને વેચ્યું હોવાનું બહાર આવ્યું હતું.

મોડાસા શહેરી વિસ્તારમાં એલસીબીના પીએસઆઇપોલીસ એસ કે ચાવડા અને સ્ટાફ બાયપાસ પેલેટ હોટેલ ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલું ટેબલેટ વેચવા રાજસ્થાનના પીઠ સીમલ વાળામાં મોબાઈલની દુકાન ધરાવતો શખ્સ દેવરાજ ચોકડી પાસે ઉભો હોવાની માહિતીના આધારે પોલીસે તેને દબોચી લીધો હતો.

પોલીસે ઝડપાયેલા આરોપી સલીમ સુલેમાનભાઈ અયુબભાઈ ટીંટોઈયા રહે. પીઠ પીપલી ચોક સીમલ વાળા જિ.ડુંગરપુરને પૂછપરછ કરતા આ લેપટોપ તેને હુસેન ઉર્ફે બિલ્લો યાસીનભાઈ ભટ્ટી રહે રાજપોર પીઠસીમલ વાળા જિ. ડુંગરપુર મૂળ રહે. કઉકુકડી તા.મોડાસાએ તેને આપ્યું હોવાની વિગતો બહાર આવી હતી. એલસીબીએ ટેબલેટ સહિતનો મુદ્દામાલ કબજે લઈ ટેબલેટની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...