અરવલ્લી જિલ્લામાં થયેલા કમોસમી વરસાદ બાદ માલપુર તાલુકામાં 700 વિઘામાં ઘઉંનો પાક તરતો જોવા મળ્યો હતો. ખેડૂતોને લાખોનું નુકસાન થતા સહાય માટે માગ કરી છે.
માલપુર તાલુકામાં કમોસમી વરસાદ જાણે ખેડૂતો માટે આફત લઈને આવ્યો છે. માલપુર તાલુકાના સુરાનાપહડિયા, માહિયાપુર, વાવડી, સાતરડા, ઉભરાણ વગેરે ગામોમાં મોટા મોટા બરફના કરા પડ્યા છે. ત્યારે ખેડૂતોએ સાતસો વિઘાથી 1200 વિઘા જમીનમાં ઘઉં અને મકાઈનું વાવેતર કર્યું છે.
જે પાક સંપૂર્ણ પણે પાણીમાં ગરકાવ થયો છે. ખેડૂતોને ચાલુ સિઝનમાં ઘઉંના પાકમાં વ્યાપક પ્રમાણમાં ઉત્પાદન મળવાની આશા હતી. એ આશાઓ પર પાણી ફરી વળ્યાં છે. ઘઉંનો પાક તૈયાર કરી એના પુળા બનાવી ઘઉં કાઢવાના બાકી હતા. ત્યાં આફતનો વરસાદ આવતા ઘઉંનો પાક તરવા લાગ્યો હતો. મકાઈનો પાક પણ સંપૂર્ણ પાણીમાં ગયો છે. ખેડૂતોની માગ છે કે, કુદરતી આફતથી ખેતીપાકમાં જે નુકશાન ગયું છે એનું વળતર આપવામાં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.