એક જ માંગ, રસ્તો બનાવી આપો:માલપુરના વન વિભાગ દ્વારા ખોદી નાખતા ગ્રામજનોમાં રોષ, પાકો રસ્તો નસીબમાં નથી, દર્દીઓને ખાટલામાં લાવવા પડે છે

અરવલ્લી (મોડાસા)5 દિવસ પહેલા

માલપુર તાલુકા ના રંભોડા થી ખેતવાડા તરફ મુખ્ય ડામર રોડ થી ખેતવાડા તરફ આઝાદી પછી ક્યારે પાકો રસ્તો મળ્યો નથી ગામલોકો ને પોતાના કામકાજ અર્થે જવું હોય વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટે જવું હોય તો આજ કાચા રસ્તે જવું પડે છે કેટલાય સમય થી ખેતવાડા ગામ માં પાકા રસ્તા ની માંગ રહીશો કરી રહ્યા છે એ રસ્તો મળતો નથી અને જે 1.5 કિલોમીટર ડુંગરો માં કાચો રસ્તો હતો એ પણ વન વિભાગ દ્વારા તોડી નાખવા માં આવ્યો એવો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે જે કાચો રસ્તો મુખ્ય માર્ગ ને મળે છે ત્યાં જેસીબી દ્વારા પાંચ પાંચ ફૂટ ઊંડા ખાડા કરી દેવામાં આવતા ગ્રામજનો નો રસ્તો હાલ બંધ થયો છે વિદ્યાર્થીઓ અને ગામ લોકો ને ખાડા કૂદી ને જવું પડે છે જો કોઈ દર્દી બીમાર હોય તો 1.5 કિલોમીટર દૂર મુખ્ય માર્ગ સુધી ઊંચકી ને અથવા ખાટલામાં લાવવા પડે છે ત્યારે ગ્રામજનો એ આજે રસ્તા ની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને રસ્તા ની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...