બાયડ ભાજપમાં ભંગાણ:વાત્રક ખાતે મહેન્દ્રસિંહ વાઘેલાની સભા યોજાઈ, અરવલ્લી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયંતી ઝાલા કોંગ્રેસમાં જોડાયા

અરવલ્લી (મોડાસા)13 દિવસ પહેલા

જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવતી જાય છે, એમ રાજકીય ગરમાવો પણ વધતો જાય છે. ત્યારે બાયડ તાલુકાના અને અરવલ્લી જિલ્લા બીજેપી ઉપાધ્યક્ષ જયંતિ ઝાલા આજે ભાજપને રામ રામ કહી કોંગ્રેસમાં જોડાયા છે.

32 બાયડ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાની આજે વાત્રકના ધારેશ્વર મહાદેવ ખાતે ચૂંટણી પ્રચાર અર્થે એક સભા યોજાઈ હતી. આ સભામાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો, અગ્રણીઓ જોડાયા હતા. આ સભામાં બાયડ તાલુકાના વતની અને અરવલ્લી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ જયંતિ ઝાલા ભાજપમાંથી રાજીનામું આપી આજે પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા.

જયંતિ ઝાલાએ જણાવ્યું હતું કે, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષનો હોદ્દો લીધા પછી સતત પાર્ટી દ્વારા અવગણના થતી હતી. ખૂબ મજૂરી કરી પણ ક્યારે પણ કોઈ જગ્યાએ અમારું નામ રાખવાનું નહીં અને કોઈ ગણના થતી નહોતી, છેવટે આજે રાજીનામું આપીને ભાજપને રામ રામ કહ્યા અને કોંગ્રેસમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના સપોર્ટમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને આગામી દિવસો કોંગ્રેસની સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સામાજિક અગ્રણીઓ પણ કોંગ્રેસમાં જોડાશે.

અન્ય સમાચારો પણ છે...