કાર્યવાહી હાથ ધરાઇ:સાકરિયાના વાઘામાં ગેરકાયદે ખનિજ વહન કરતાં મશીનો જપ્ત

મોડાસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા માટીના ખોદાણ કરેલા ખાડાની માપણી કરી દંડનિય કાર્યવાહી હાથ ધરાઇ

મોડાસા પાસેના સાકરિયાના વાઘામાં ગેરકાયદે માટી ખનન કરતા જેસીબી અને ટેકટર ને ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ડ્રોન સર્વેલન્સની મદદથી ઝડપી જપ્ત કરાયા હતા. તેમની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનન કરતા લોકો સામે લાલ આંખ કરવામાં આવતા ખનીજ માફિયાઓ ફફડાટ વ્યાપી ગયો હતો.

વાવાઝોડામાં જેસીબી દ્વારા ગેરકાયદે માટીનુ ખોદકામ કરીને ટ્રેક્ટર દ્વારા તેનું ખન્નાનાં કરાતું હોવાની ફરિયાદ અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગ ને મળી હતી પરિણામે ભૂસ્તર શાસ્ત્રી ના માર્ગદર્શન હેઠળ ખાન ખનીજ વિભાગની ટીમ ડ્રોન સર્વેલન્સની મદદથી સાકરીયા ગામ ની સીમમાં આવેલાં વાઘા સુધી પહોંચી હતી અને ગેરકાયદે માટીનું ખનન કરતા જેસીબી અને ટેકટર ને ઝડપી પાડયા હતા.

ખાણ ખનીજ વિભાગ દ્વારા બંને વાહનોને જપ્ત કરીને તેમની સામે ધન્ય કાર્યવાહી હાથ ધરાઇ હતી બીજી બાજુ ખાણ ખનીજ વિભાગ દ્વારા જે વાંચવા માટેનું કરવામાં આવ્યું હતું ત્યાં આગળ નું માપ લેવાની કાર્યવાહી મોડે હાથ ધરાઇ હતી જિલ્લાના ખાન ખનીજ વિભાગ દ્વારા 25 લાખ કરતાં વધુ કિંમતના વાહનો જપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...