લમ્પી વાઈરસનો વધતો જતો કહેર:અરવલ્લીમાં લમ્પી વાયરસના કેસ વધ્યા, આજે ભિલોડામાં વધુ 2 કેસ મળ્યા, તાલુકા પશુ ચિકિત્સકે 28 ટીમ બનાવી સર્વે હાથ ધર્યો

અરવલ્લી (મોડાસા)10 દિવસ પહેલા
  • પશુપાલન વિભાગ દ્વારા 150થી વધુ ટીમો બનાવી જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરાઈ
  • 1500થી વધુ પશુઓને લમ્પી વિરોધી વેક્સિન પણ આપવામાં આવી

હાલ સમગ્ર ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસના રોગે માથું ઊંચક્યું છે. પશુઓના શરીર પર મોટા મોટા ફોડલા થાય છે. આ રોગના કારણે અસંખ્ય પશુઓના મોત પણ થયા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ લમ્પીના રોગે દેખા દીધી છે. હાલ જિલ્લામાં કુલ 24 પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. ત્યારે આજે મંગળવારે ભિલોડા તાલુકામાં વધુ 2 કેસ જોવા મળ્યા છે.

1500થી વધુ પશુઓને લમ્પી વિરોધી વેક્સિન પણ આપવામાં આવી
અરવલ્લી જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા 150થી વધુ ટીમો બનાવી જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. 1500થી વધુ પશુઓને લમ્પી વિરોધી વેક્સિન પણ આપવામાં આવી છે. હાલ જિલ્લામાં કુલ 24 લમ્પી વાયરસના લક્ષણો પશુઓમાં જોવા મળ્યો છે. ત્યારે આજે ભિલોડા તાલુકામાં વધુ 2 કેસ જોવા મળ્યા હતા. તાલુકા પશુ ચિકિત્સક દ્વારા 28 ટીમો બનાવી સર્વે હાથ ધરાયો છે અને 2 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. આ તમામને વેક્સીન આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...