આજે ફાગણી પૂનમની ભવ્ય ઉજવણી:ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ છંટાયો; સાંજે મંદિર પરિસરમાં હોલિકા દહન યોજાશે

અરવલ્લી (મોડાસા)15 દિવસ પહેલા

તહેવારોની ઉજવણી સામાન્ય જનતા તો ઉજવે જ છે, સાથે સાથે યાત્રાધામોમાં પણ ભવ્ય રીતે પવિત્ર તહેવારોની ઉજવણી થાય છે. ત્યારે આજે યાત્રાધામ શામળાજીમાં રંગોના પર્વ હોળી અને રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે.

રાજ્યના કૃષ્ણ મંદિરોમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા અને હોળીનો ઉત્સવ ભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવાઈ રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પણ આ ઉત્સવ ભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવાઇ રહ્યો છે. હોળીના પાવન પર્વે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા છે. જેને પગલે મંદિર પરિસરમાં સવારથી જ ભગવાનના દર્શન માટે લાઈનો લાગી હતી.

હોળીના ઉત્સવ નિમિત્તે ભગવાનને સફેદ કોટનના વસ્ત્રોથી વિશેષ શણગાર કરાયો હતો. ત્યારે શણગાર આરતી સમયે ભગવાન શામળિયાને અબીલ ગુલાલના રંગ તેમજ ચાંદીની પિચકારીમાં કેસુડાનો રંગ ભરી રંગાયા હતા. ત્યારે સમગ્ર મંદિર પરિસર અબીલ ગુલાલના રંગે રંગાયું હતું. દિવસ દરમિયાન હજારો ભક્તો હોળીના પાવન પર્વે ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...