ખેડૂતોએ શિયાળુ વાવેતર મોટા પ્રમાણમાં કરેલું છે. ત્યારે આ વાવેતરમાં સારા પ્રમાણમાં ઉપજ મેળવવા માટે યુરિયા ખાતર જરૂરી છે. ત્યારે ખેડૂતોને યુરિયા ખાતર છૂટથી મળતું નથી. જિલ્લાના મેઘરજ, મોડાસા ખાતર કેન્દ્રો પર ખાતર ખરીદવા લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી.
ખેડૂતોએ જિલ્લામાં કુલ 1,41,000 હેક્ટર જમીનમાં વાવેતર કર્યું છે. ખાસ કરીને ખેડૂતોએ ઘઉં, બટાકા, રાયડો અને કપાસનું વાવેતર કર્યું છે. સિંચાઈ વિભાગ દ્વારા ત્રણ તબક્કાનું પાણી પણ આપ્યું છે. ત્યારે હવે પાકમાં રોગને બચાવવા અને સારું ઉત્પાદન મેળવવા માટે યુરિયા ખાતરની જરૂર છે. હાલ યુરિયા ખાતરની અછત છે, ત્યારે ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે ખેડૂતો ઉમટ્યા હતા. મહિલાઓ પણ ખાતર માટે સવારથી જ લાઇનમાં ઉભી હતી. એજન્ટ દ્વારા પૂરતા પ્રમાણમાં ખાતર અપાતું નથી. 5ની જરૂરિયાત સામે 3 થેલી મળે છે, એટલે કે પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી. જેથી પાક બચાવવામાં મુશ્કેલી પડી રહી છે. જેથી ખાતર છૂટથી મળે એ જરૂરી છે. તેવા આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.