ધવલસિંહ ઝાલાનું શક્તિ પ્રદર્શન:બાયડ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવારની જાહેર સભામાં વિશાળ જનમેદની ઉમટી; વિજયી બનાવવા અપીલ કરી

અરવલ્લી (મોડાસા)2 દિવસ પહેલા

હાલ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે રાજકીય પાર્ટીઓ મેદાન આવી મતદારોને રીઝવવા માટે પ્રયત્નો હાથ ધરતા હોય છે. ત્યારે આજે રાજકીય પાર્ટી વગર એટલે કે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના સમર્થનમાં જનસભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

અપક્ષ ઉમેદવારની જાહેર સભા
બાયડ 32-વિધાનસભા બેઠક માટે પૂર્વ ધવલસિંહ ઝાલાને ભાજપ દ્વારા ટિકિટ ન આપતા ધવલસિંહે ભાજપ સામે બાયો ચડાવી પોતે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. બાયડમાં અગાઉ બે વાર શક્તિ પ્રદર્શન યોજી આજે માલપુર ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વિશાળ સંખ્યામાં જન મેદની ઉમટી હતી.

પૂરો સાથ આપી વિજયી બનાવવા લોકોને અપીલ
સભામાં અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પાર્ટીએ છેક સુધી પ્રલોભન આપી છેલ્લી ઘડીએ બીજાને ટિકિટ આપી આપણી સાથે જે ગદ્દારી કરી છે એનો હિસાબ કરવાનો છે. ભાજપ, કોંગ્રેસ કે આપ કોઈ પણ આવે ગમે એવી લાલચ આપે પણ તેમની વાતોમાં આવતા નહીં. મને પૂરો સાથ અને સહકાર આપી વિજયી બનાવવા લોકોને અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...