• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • Kartiki Purnima Celebrates The Bathing And Poojan Rituals At The Nagdharo Kund On The Banks Of The Meshwa At The Pilgrimage Site Of Shamlaji.

તર્પણ વિધિથી પિતૃ મોક્ષ:કાર્તિકી પૂર્ણિમાએ યાત્રાધામ શામળાજીમાં મેશ્વોને કિનારે આવેલ નાગધરો કુંડમાં સ્નાન અને પૂજન વિધિનો મહિમા

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

હિન્દૂ શાસ્ત્રમાં સ્નાન અને દર્શનનો અનેરો મહિમા છે, ત્યારે યાત્રાધામ શામળાજીમાં પિતૃઓના મોક્ષ માટે કારતક માસમાં પિતૃઓના આત્માની તૃપ્તિ માટે સ્નાન અને તર્પણનો અનેરો મહિમા છે.

યાત્રાધામ શામળાજીમાં કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી મેળો ભરાય છે. આ મેળામાં સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ત્યારે શામળાજીમાં આવેલા નાગધરો કુંડ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે.

નાગધરો કુંડ મેશ્વો ડેમના કિનારે આવેલો છે. ખાસ ચૌદશની આખી રાત અને પૂનમના દિવસે દૂર દૂર થી હજારો શ્રદ્ધાળુઓ પરિવાર સાથે આવે છે. નાગધરો કુંડ પાસે વૈદિક પંડિતો પૂજા વિધિની સામગ્રી સાથે ઉપસ્થિત હોય છે. શ્રદ્ધાળુઓ પંડિતો પાસે પિતૃ તર્પણની વિધિ કરાવે છે અને પોતાના પિતૃઓના અસ્થિ વિધિ કર્યા બાદ નાગધરો કુંડમાં વિધિસર પધરાવે છે અને પોતે પણ સ્નાન કરે છે. પોતે જે વસ્ત્ર પહેરેલ છે તેનો પણ ત્યાં જ ત્યાગ કરે છે. આમ કરવાથી ગત થયેલા પિતૃઓના આત્માને શાંતિ મળે છે. આમ ઐતિહાસિક મહત્વ ધરાવતા નાગધરો કુંડનો અનેરો મહીમાં રહેલો છે.

અન્ય સમાચારો પણ છે...