તસ્કરી:મોડાસાની કીડીયાદ સોસા.માંથી રૂ.1.25 લાખના ઘરેણાં ચોરાયાં

મોડાસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર મકાનના નીચેના ભાગે સૂઇ રહ્યું હતું ત્યારે ચોરો હાથ સાફ કરી ગયા
  • ડ્રાઇવિંગ કરી પરિવારનું​​​​​​​ ગુજરાન ચલાવતા શેખ પરિવારના ઘરે ઘરફોડ

મોડાસાના અલફલા નગર કીડીયાદ સોસાયટીમાં રાત્રે શેખ પરિવાર મકાનના નીચેના ભાગે નીંદર માણી રહ્યું હતું. તે દરમિયાન ઉપરના માળે મકાનમાં રાખેલ તિજોરીમાં રહેલા રૂ. 1.25 લાખના સોનાચાંદીના ઘરેણા ચોરી થતાં ટાઉન પોલીસ સ્ટેશનમાંફરિયાદ નોંધાઇ હતી.

મોડાસાની કીડીયાદ સોસાયટીમાં રહેતા મોહમ્મદ હનીફ ઉર્ફે ગુલામ રસુલ શેખ ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. શેખ પરિવાર જમી-પરવારીને નીંદર માણી રહ્યું હતું દરમિયાન મોકાનો ફાયદો ઉઠાવીને તસ્કરો મકાનના ઉપરના માળે ગેરકાયદે ઘૂસી તિજોરી નું લોક તોડી તેમાં રૂમાલમાં બાંધેલી પોટલીમાં રાખેલ સોનાની કાનની બે જોડ બુટ્ટી તેમજ ત્રણ જોડ કડીઓ અને બેનાની વીંટી,પેન્ડલ સહિતના બે તોલા સોનાના ઘરેણાં કિં. 1 લાખ તેમજ ચાંદીના 3 જોડ ઝાંઝર તથા નાની ઝાંઝરી કુલ 800 ગ્રામ ચાંદીના ઘરેણા કિં.25 હજાર સહિત કુલ રૂ. 1.25 લાખની મત્તાની ચોરીને અંજામ આપી ચોરો પલાયન થઈ ગયા હતા વહેલી સવારે શેખ પરિવારને તિજોરી ખુલ્લી જોતાં ચોરી થયાની જાણ થતાં મહંમદ હનીફ ઉર્ફે ગુલામ રસુલ શેખે ટાઉન પોલીસ સ્ટેશનમાં તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...