આ વર્ષે ચોમાસાની સિઝનમાં સારો વરસાદ નોંધાયો હતો જેના કારણે નદી તળાવ અને ડેમોમાં ભરપૂર પાણીની આવક થઈ છે. ખેડૂતોને તબક્કાવાર સિંચાઈ માટેનું પાણી મળી રહે તે હેતુથી તંત્રએ પાણી છોડવાનું નક્કી કર્યું છે. આજે રવિવારે માઝૂમ ડેમમાંથી કેનાલમાં 25 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
તંત્રના નિર્ણયથી ખેડૂતોમાં ખુશી
મોડાસાનો માઝૂમ ડેમ આ ચોમાસામાં 100 % ભરાયો છે. ત્યારે દર વર્ષે ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબ પાણી આપવામાં આવે છે. ચાલુ વર્ષે શિયાળુ પાક માટે ખેડૂતોને પાંચ તબક્કામાં પાણી આપવાનું તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તે મુજબ આજે રવિવારે પ્રથમ તબક્કામાં 25 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ કારણોસર મોડાસા અને ધનસુરા તાલુકાના ખેડૂતોની 700 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. તંત્રના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.