નિર્ણય:વાત્રક જમણા કાંઠાની નહેરમાં 12 નવેમ્બરે પાણી છોડવાનો સિંચાઈ વિભાગનો નિર્ણય

મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માલપુરના અણિયોર ખાતે વાત્રક સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂતોની બેઠક મળી

માલપુર તાલુકાના અણિયોર ખાતે વાત્રક સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂતોની બુધવારે બેઠક મળી હતી. આ બેઠકમાં 10 દિવસ બાદ વાત્રક જળાશયના જમણા કાંઠાની નહેરમાં પાણી છોડવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોની માંગણી ધ્યાનમાં રાખીને 12 ડિસેમ્બરે નહેરમાં પાણી છોડવા આયોજન હાથ ધરાઈ હોવાનું સિંચાઈ વિભાગના અધિકારી સંસ્કાર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.

અરવલ્લી જિલ્લામાં સૌથી મોટા ગણાતા અને 5000 કરતાં વધુ ખેડૂતો આજે વિકાસ સમાન ગણાતા અને જિલ્લામાં 50000 હેક્ટર જમીનમાં કમાન્ડ એરિયા ધરાવતા વાત્રક જળાશયમાંથી દિવાળીના તહેવારો બાદ જમણાકાંઠાની નહેર અને ડાબા કાંઠાની નહેરમાં પાણી છોડવા માટે સિંચાઈ વિભાગ દ્વારા આયોજન હાથ ધરાયું છે. જેના ભાગરૂપે બુધવારે માલપુર તાલુકાના અણિયોર ખાતે સિંચાઈ વિભાગના અધિકારી કર્મચારીઓ અને પિયત મંડળીના હોદ્દેદારો પાણી સમિતિના સભ્યોની ખાસ બેઠક મળી હતી.

આ બેઠકમાં વાત્રક જળાશયના જમણા કાંઠાની નહેરમાં રવિ પાકની વાવણી માટે ખેડૂતોની માગણી ધ્યાનમાં રાખીને દસ દિવસ બાદ એટલે કે તારીખ 12 નવેમ્બરે જમણા કાંઠાની નહેરમાં પાણી છોડવા માટે નિર્ણય કરાયો હતો અણીયોર સિંચાઈ વિભાગમાં મળેલી બેઠકમાં માલપુર અને ધનસુરા તાલુકાના ગામડાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અણીયોર ગામ પંચાયતના પૂર્વ સરપંચ અને અગ્રણી ખેડૂત અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો બાદ રવિ પાકની સિઝન શરૂ થઈ છે ત્યારે દસ દિવસ બાદ વાત્રક જળાશયમાંથી પાણી છોડવા માટે સિંચાઈ વિભાગ દ્વારા આયોજન કરાતા ખેડૂતોના દિવેલા તુવર અને કઠોળના પાકોમાં ફાયદો થવાની સાથે ખેડૂતો આગામી રવિ પાકની સિઝનમાં ચણા,રાયડો,મકાઈ તેમજ ઘઉંની ખેતીની વાવણી સમયસર થવાની આશાથી ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી.

અન્ય સમાચારો પણ છે...