ચૂંટણીના ભણકારા:મોડાસામાં EVM- અને VVPATની આંતરિક તપાસ કરાઇ

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અરવલ્લી જિલ્લામાં સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીની સૂચના અનુસાર વેરહાઉસમાં ઈવીએમ -વીવીપેટના સલામત સંગ્રહ અને સુરક્ષાની કલેક્ટર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આંતરિક તપાસ કરાઇ હતી. મોડાસામાં સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી ગાંધીનગરથી આપવામાં આવેલી સૂચના મુજબ અરવલ્લી જિલ્લામાં કલેક્ટર ર્ડો. નરેન્દ્રકુમાર મીના અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે. એસ. નિનામા દ્વારા વેરહાઉસમાં ઈવીએમ -વીવીપેટની સુરક્ષાની આંતરિક તપાસ કરાઇ હતી અને અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું હતું. વર્ષ 2022માં આવનાર વિધાનસભા ચૂંટણીને લઈને તેના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રિમાસિક તપાસ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...