મોડાસામાં 'આપ' કાર્યાલયનો શુભારંભ:'આપ' ઉમેદવાર રાજેન્દ્રસિંહના મોડાસા ખાતે 2 કાર્યાલયોનો શુભારંભ, પંજાબના ધારાસભ્ય રૂપેન્દ્રસિંહ હેપ્પી રહ્યાં હાજર

અરવલ્લી (મોડાસા)16 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા બાદ કાર્યાલયોનો પણ શુભારંભ કરવા માંડ્યા છે. ત્યારે મોડાસા ખાતે આપ દ્વારા કોલેજ રોડ અને માલપુર રોડ બે કાર્યાલયનો પંજાબના ધારાસભ્ય દ્વારા શુભારંભ કરાયો છે.

મોડાસા વિધાનસભાની ચૂંટણીમાં આપ દ્વારા રાજેન્દ્રસિંહ પરમારના નામની જાહેરાત થયા બાદ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. ત્યારે તેઓએ મોડાસામાં 2 સ્થાનો પર કાર્યાલયો બનાવ્યા છે. એક માલપુર રોડ પર અને બીજું કોલેજ રોડ એમ બે કાર્યાલયોનો શુભારંભ પંજાબના ધારાસભ્ય રૂપેન્દ્રસિંહ હેપ્પીના હસ્તે કરાયો હતો. જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે, એમ રાજકીય ગરમાવો પણ વધતો જાય છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ સક્રીય રીતે આખા મત વિસ્તારમાં પ્રચાર કાર્ય શરૂ કરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...