• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • In Waghwalla Village, Police Seized Large scale Cultivation Of Ganja; The Ganja Seized From The Fields Is Likely To Be Worth Lakhs Of Rupees

નશાનો કારોબાર ઝડપાયો:વાઘવલ્લા ગામે પોલીસે વ્યાપક પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપ્યું; ખેતરોમાંથી ઝડપાયેલો ગાંજો લાખો રૂપિયાનો હોવાની શક્યતા

અરવલ્લી (મોડાસા)2 મહિનો પહેલા

હાલ ઠેર ઠેર ખાનગી રાહે પ્રતિબંધત્મક કેફી દ્રવ્યો ગેરકાયદેસર વાવેતર કરવાના કિસ્સા બહાર આવતા જાય છે. ત્યારે બાયડના વાઘવલ્લા ગામે ખેતરમાંથી વ્યાપક માત્રામાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે. પાંચ જેટલા ખેતરોમાંથી ઝડપાયેલો ગાંજો લાખો રૂપિયાનો હોવાની શક્યતા છે.

ખેતરોમાંથી ઝડપાયેલો ગાંજો લાખોનો હોવાની શક્યતા
બાયડના ખેડા જિલ્લા અને મહીસાગર જિલ્લાની સરહદે આવેલા વાઘવલ્લા ગામે આવેલા ખેતરમાં પ્રતિબંધિત કેફી દ્રવ્ય ગાંજાની ખેતી થતી હોવાની બાતમી પોલીસને મળી હતી. તેના આધારે અરવલ્લી જિલ્લા એલસીબી, એસઓજી અને બાયડ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરતાં લગભગ પાંચ જેટલા ખેતરોમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું છે. જેને લઈને આખા વાઘવલ્લા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લાની મોટા ભાગની પોલીસ ઝડપાયેલા ગાંજાના ખેતર આસપાસ ખડકી દેવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા ગાંજાના ખેતરોના માલની સિલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોડી સાંજે કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે અને એ સમયે જ કેટલાનો મુદ્દામાલ એ સમગ્ર હકીકત જાણી શકાશે. પરંતુ પાંચ જેટલા મોટા ખેતરોમાં ઝડપાયેલો ગાંજો લાખો રૂપિયાની કિંમતનો થવાની શક્યતા છે.

2200 કિલો જેટલો ગાંજો પકડાયો : SP
2200 કિલો જેટલો ગાંજો પકડાયો છે. વાવેતર આટલું વધુ હોવાથી ગણતરી કરવામાં પણ વાર લાગી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે આરોપીઓની ધરપકડ પણ કરી લેવાઇ છે. ફરિયાદ નોંધવાની કામગીરી ચાલી રહી છે. સંજય ખરાત, અરવલ્લી એસપી

અન્ય સમાચારો પણ છે...