મોડાસાના ટીંટીસર ગામે ગઈકાલે ધોધમાર વરસાદ ખાબક્યો જેના કારણે ઉનાળામાં સૂકી જમીન તરસી થઈ અને વાતાવરણમાં પણ ઠંડક થઈ. ત્યારે વરસાદને લઈ ગામના મહંત દ્વારા અનોખો સંકલ્પ પરિપૂર્ણ કરાયો હતો.
અનોખા સંકલ્પ સાથે વૃદ્ધ મહિલાઓનો પ્રસાદ ગ્રહણ યોજાયો
મોડાસાના ટીંટીસર ગામે ગઈકાલે 6 થી 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે ગામમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરના મહંત દ્વારા મનોમન સંકલ્પ કરેલ હતો કે જ્યારે ઇન્દ્રદેવ પ્રસન્ન થશે ત્યારે આ ગામમાં જેટલી પણ 60 વર્ષ ઉપરના વૃદ્ધ મહિલાઓ છે એમને મંદિર પરિસરમાં ભોજન પ્રસાદ લેવડાવીશ એ સંકલ્પ પરિપૂર્ણ કરવા માટે આજે ગામની 150 થી વધુ મહિલાઓને કાશીવિશ્વનાથ મંદિરે બોલાવી ભજન કરાવ્યા અને શુદ્ધ ધી નો શિરો સહિત ભોજન કરાવી મનનો સંકલ્પ પરિપૂર્ણ કર્યો હતો. તેમને જણાવ્યુ હતું કે, આ ગામની વડીલ મહિલાઓ ક્યારે કોઈ પ્રસંગમાં કોઈના ઘરે પ્રસંગ હોય તો પણ જમવા જતા નથી. ત્યારે આખા ગામ પર આ સિનિયર સીટીઝન માતાઓના આશીર્વાદ છે. ત્યારે અનોખા સંકલ્પ સાથે વૃદ્ધ મહિલાઓનો પ્રસાદ ગ્રહણ યોજાયો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.