શામળિયાના કલાત્મક હિંડોળા દર્શન:શ્રાવણ માસમાં યાત્રાધામ શામળાજી મંદિરમાં ભગવાનના અલગ-અલગ મનોરથના દર્શન માટે ભક્તો ઉમટ્યા

અરવલ્લી (મોડાસા)16 દિવસ પહેલા

શ્રાવણ માસ એટલે હિન્દુ સમાજ માટે પવિત્ર માસ. આ મહિનામાં ધાર્મિક ઉત્સવો અને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ધાર્મિક મંદિરોમાં પણ મનોરથ ઉજવાય છે. યાત્રાધામ શામળાજી મંદિરમાં શ્રાવણ માસમાં અલગ-અલગ પદાર્થો જેવા કે ફળફળાદી, સૂકોમેવો, શાકભાજી અને રંગબેરંગી ફૂલોના હિંડોળાના દર્શન યોજાય છે. ત્યારે શ્રાવણ માસની શરુઆતમાં ભગવાન શામળિયાને અલગ-અલગ જાતના રંગબેરંગી ફૂલ લાવીને સોના ચાંદી જડિત હિંડોળાને ફૂલની ગૂંથણીથી સજાવવામાં આવે છે અને તેમાં ઠાકોરજીનું બાળ સ્વરૂપ બિરાજમાન કરી ભગવાન શામળિયાને પૂજારી દ્વારા ખૂબ શ્રદ્ધા અને ભાવથી જુલાવવામાં આવે છે.

હિંડોળા દરમિયાન ભગવાન શામળિયાને પણ અલગ અલગ વસ્ત્ર અલંકાર સહિત સોળે શણગારથી સજાવવામાં આવે છે. આમ શ્રાવણ માસ દરમિયાન યાત્રાધામ.શામળાજીમાં દરરોજ કાળિયા ઠાકરના અલગ અલગ મનોરથના દર્શન યોજાય છે. આ મનોરથના દર્શન પૃષ્ટિ માર્ગના નિયમો મુજબ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરાય છે.

અન્ય સમાચારો પણ છે...