કોઈપણ તહેવાર હોય ત્યારે વરસાદ જાણે તહેવારમાં વિલન બને છે પણ આમ જનતા પણ ગમે તેવો વરસાદ હોય તહેવારની ઉજવણી કરવાનું ચૂકતા નથી. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વરસતા વરસાદમાં હોલિકા દહન યોજાયું હતું.
ફાગણ સુદ પૂર્ણિમા એટલે હોળી દિવસે આસુરી શક્તિનો નાશ કરી દેવી શક્તિના વિજયને વધાવવા માટે અલગ અલગ જાતના લાકડા પ્રગટાવી હોળી ઉજવવામાં આવે છે. ત્યારે આજે મોડાસાના ઉમેદપુર ગામે હોલિકાનું વૈદિક પૂજન કર્યા બાદ હોળી પ્રગટાવવા જતા હતા. તે સમયે જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છતાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધા ડગે નહીં એ રીતે વરસતા વરસાદમાં પણ હોળી પ્રગટાવી અને પરંપરા પ્રમાણે ગ્રામજનોએ પાણી ભરેલા કળશ લઈને હોળી આસપાસ પ્રદક્ષિણા કરી અને ગ્રામજનોના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી છે. આમ વરસતા વરસાદમાં પણ ભક્તોએ પોતાની શ્રદ્ધા સાથે હોળીની ઉજવણી કરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.