અરવલ્લી જિલ્લામાં કેન્દ્રીય પુરસ્કૃત પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનાની સમીક્ષા માટેની કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે બેઠક મળી હતી જેમાં ભિલોડા તાલુકાના મોટી બેબાર અને ઉકરડી ગામ નો પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના માં પસંદગી પામી સમાવેશ થતા કલેક્ટરે વિભાગના અધિકારીઓ પાસે ઉપરોક્ત બન્ને ગામો અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં કેન્દ્રીય પુરસ્કૃત પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજનાની સમીક્ષા માટે જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક મળી હતી.
આ. આ બેઠકમાં જિલ્લાના પસંદગી પામેલ ભિલોડા તાલુકાના મોટીબેબાર ગામ અને ભિલોડા તાલુકાના ઉકરડી ગામના વિકાસ કાર્યોની ચર્ચા કરાઇ હતી.જેમાં ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, રોડ રસ્તા, પાણીની ટાંકી, ગ્રામ પંચાયતના બાંધકામની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી જોકે આ યોજનાથી ગામમાં કોઈ પણ વ્યક્તિ મકાન વિહોણા રહે નહિ અને જરુરી એવી તમામ સુવિધઓથી આ ગામ આગામી સમયમાં સજજ થવાનું છે
જિલ્લાના અધિકારીઓ સાથેની મળેલી બેઠકમાં સરકાર દ્વારા મંજૂર થયેલા કામોની પ્રગતિ અંગે સમીક્ષા કરાઇ હતી. તદુપરાંતબેઠકમાં ગ્રામ પંચાયતે આપેલ કામ પૈકી કચેરી હસ્તકના કામોની પણ વિગત મેળવાઇ હતી. ઉપરાંત જીલ્લાના લાભાર્થીઓને આપતા લાભ અંગે પણ ચર્ચા કરાઇ હતી. બેઠકમાં કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીના , અધિક નિવાસી કલેકટર એન.ડી.પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.