રોગચાળાનો ભય:મોડાસાની ગજાનંદ સોસા.માં 10 દિવસથી પીવાનું પાણી ડહોળું આવતાં રહીશોમાં રોગચાળાનો ભય

મોડાસા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરવલ્લી જિ.પં.ના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેને યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી

મોડાસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સોસાયટી વિસ્તારોમાં પીવાનું પાણી ડહોળું આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. છેલ્લા 10 દિવસથી મોડાસાની મેઘરજ રોડ પર આવેલ ગજાનંદ સોસાયટીમાં નળમાં ડહોળું પાણી આવતું હોવાથી અરવલ્લી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન ડો. ચિરાગ ઉપાધ્યાયે આ અંગે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે અને બાબતે ત્વરિત કાર્યવાહી કરી નિકાલ કરવા રજૂઆત કરાઈ હતી.

અરવલ્લી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન ડો. ચિરાગ ઉપાધ્યાય કલેક્ટરને લેખિતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે કે છેલ્લા દસેક દિવસથી મોડાસામાં મેઘરજ રોડ ઉપર આવેલ ગજાનંદ સોસાયટીના પાણીના નળમાં શુદ્ધ પાણીના બદલે ડહોળું પાણી આવે છે જે ડહોળું પાણી પીવાથી કે સ્નાન કરવાથી બીમાર પડી જવાની અને ચામડીના રોગો થવાની શક્યતાઓ રહેલ છે.

આ ડહોળા પાણીના લીધે કોઈ ગંભીર બીમારીમાં સપડાય નહીં અને કોઈપણ જાતની જાનહાની ન થાય તે માટે તાત્કાલિક કાર્યવાહી કરાવી ડહોળા પાણીની જગ્યાએ નળમાં શુદ્ધ પાણી આવે તે માટે યોગ્ય કાર્યવાહી કરાવવા માટે રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...