• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • In Modasa, The Father Tried To Kill Me With A Blade At The Throat Of The Minor; Bloody Strangulation In The Children's Home For Girls

માતાપિતા મળવા આવ્યા કે જાન લેવા?:મોડાસામાં પિતાએજ સગીરાના ગળે બ્લેડ મારી હત્યાની કોશિશ કરી; ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંજ ગળુ કાપતા લોહીલુહાણ

અરવલ્લી (મોડાસા)23 દિવસ પહેલા

એક પિતા જ્યારે પોતાની સગીર દીકરીને ગળું કાપી હત્યાની કોશિશ કરે એવી ઘટના અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત બનવા પામી છે. મોડાસા ખાતે આવેલી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે રખાયેલી સગીરાને પિતાએજ ગળું કાપ્યું હોવાની ઘટના બનતા લોકોમાં કુતૂહલતા સર્જાઈ હતી.

સંકુલમાજ સગીરાનું ગળું કાપતા લોહીલુહાણ થઈ હતી
મોડાસા ખાતે આવેલી અને સમાજ સુરક્ષા વિભાગ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં ધનસુરા તાલુકાની પોક્સોના ગુન્હામાં રખાયેલી સગીરાના માતાપિતા મળવા આવ્યાં હતા. હોમમાં દીકરી સાથે વાતચીત માટે બેઠેલા પિતાએ એકાએક ઉગ્ર બની તીક્ષ્ણ બ્લેડ જેવા ધારદાર પદાર્થ વડે સગીરાનું ગળું કાપી નાખવાની કોશિશ કરી હતી. ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંકુલમાજ સગીરાનું ગળું કાપતા લોહીલુહાણ થઈ હતી.

108માં સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાઇ હતી
સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી અને 108માં સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાઇ હતી. દીકરીના કાતિલ પિતાને મોડાસા ટાઉન પોલીસમાં લઇ જવામાં આવ્યો છે. સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...