વિરોધ:મોડાસામાં કોંગ્રેસે અગ્નિપથ યોજનાના વિરોધમાં રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું

મોડાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરોધ પ્રદર્શનમાં બે ધારાસભ્યો, કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસામાં અગ્નિપથ યોજનાનો વિરોધ કરીને કાર્યકરોએ રેલી કાઢી વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં બે ધારાસભ્યો તેમજ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રેલી દરમિયાન કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે અગ્નિપથ યોજનાનો વિરોધ કર્યો હતો અને બેરોજગાર યુવાનોને રોજગારી આપવા કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે માગણી કરી હતી. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અગ્નિપથ યોજનાના વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રમુખ કમલેન્દ્રસિંહ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ, ધારાસભ્ય જશુભાઇ પટેલ અને ઉપપ્રમુખ જયદ્રત સિંહ તેમજ સિનિયર કોંગી આગેવાન અરૂણભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...