AAPમાં જોડાઓ મહા અભિયાન:મોડાસામાં ભાજપના અને કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો

અરવલ્લી (મોડાસા)20 દિવસ પહેલા

હાલ વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ કાર્યકરોને પોતાની પાર્ટીમાં જોડાવા માટે તમામ પક્ષો સક્રિય બન્યા છે. ત્યારે આજે મોડાસા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આપમાં જોડાઓ મહા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.

અરવલ્લી જિલ્લામાં આમ આદમી પાર્ટી સક્રિય થવા માંડી છે, ત્યારે આજે મોડાસા ખાતે આપ પાર્ટી જોડાઓ અભિયાન અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ આપનો ખેસ પહેરી આમઆદમી પાર્ટીમાં જોડાયા હતા. ખાસ મહત્વના કાર્યકર નિલેશ જોશી કે જેઓ જિલ્લા ભાજપમાં ખૂબ સમય સુધી સક્રિય રહ્યા હતા અને પક્ષ નિશાન પર નગરપાલિકામાં ચૂંટાયેલ પણ હતા. તેઓ અને તેમના સાથે કાર્યકરો આજના આપ જોડાઓ કાર્યક્રમમાં આપનો ખેસ ધારણ કરી ભાજપને અલવિદા કરી હતી. એ સિવાય કોંગ્રેસના પણ કેટલાક કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. આમ આપની સક્રિયતા જોઈ જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...