ભાજપની સેન્સ પ્રક્રિયા:મોડાસામાં શંકરસિંહના પુત્રએ મહેન્દ્રસિંહને કાચીંડા તરીકે ઓળખાવ્યાં

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓનો વાણી વિલાસ પણ વધતો જાય છે. ત્યારે આજે કોંગ્રેસમાં પ્રવેશ લેનાર શંકરસિંહના પુત્રએ કોંગ્રેસ જોઈન્ટ કર્યું એ બાબતે પૂછતાં મહેન્દ્રસિંહને કાચીંડા તરીકે ઓળખાવ્યાં હતા.

મોડાસા ખાતે 2 દિવસથી અરવલ્લીની વિધાનસભાની 3 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સેન્સ લેવા માટે નિરીક્ષક તરીકે ઉપસ્થિત પરાક્રમસિંહ જાડેજાને મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસ જોઈન્ટ કરી એ અંગે પૂછતાં મહેન્દ્રસિંહ વાઘેલાને કાચીંડા તરીકે ઓળખાવ્યા અને જણાવ્યું કે, જેમ કાચીંડો રંગ બદલતો રહે છે એમ મહેન્દ્રસિંહ પણ રંગ બદલે છે.

અન્ય સમાચારો પણ છે...