• Gujarati News
  • Local
  • Gujarat
  • Aravalli
  • In Modasa, Municipal And Police Drives Were Conducted To Remove The Bottlenecks And Traffic Problems, The Pressures Were Removed And Penal Operations Were Carried Out.

ટ્રાફિક ડ્રાઈવ:મોડાસામાં અડચણરૂપ દબાણો અને ટ્રાફિક સમસ્યા નિવારવા પાલિકા અને પોલીસની ડ્રાઈવ યોજાઈ, દબાણો દૂર કરી દંડનીય કામગીરી હાથ ધરાઈ

અરવલ્લી (મોડાસા)એક મહિનો પહેલા

કોઈપણ શહેર કે ગામડું દરેક વાહન ચાલકો કે વેપારીઓને ખોટા દબાણો કે ટ્રાફિકમાં નડતર રૂપ ના થાય એ ખાસ જરૂરી છે. ત્યારે મોડાસા શહેરમાં ટ્રફીક અને લારીઓના દબાણો કેટલાય સમયથી માથાના દુખાવા સમાન છે.

મોડાસા શહેરના માથાના દુખાવા સમાન દબાણો કે જેનાથી શહેરના મુખ્ય રસ્તાઓ પર ખોટી રીતે વાહનો પાર્ક કરવા, લારીઓ પાથરણા દ્વારા રસ્તાઓ રોકી રાખવા જેના કારણે અવરજવર કરતા તમામ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. વેપારીઓ પણ પરેશાન હતા. ત્યારે નગરપાલિકા તંત્રએ આવા દબાણકર્તાને અનેક વખત નોટિસો પાઠવી હતી. પરંતુ ટ્રાફિક ખુલ્લો ના કરાતા આજે નગરપાલિકાના મેયર, ચીફ ઓફિસર અને ડીવાયએસપી દ્વારા દબાણ અને ડ્રાફિક હટાવો ઝુંબેશ શરૂ કરી અને જે જે દબાણ કર્તા વાહનો તમામને ઝડપી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. જેના કારણે તમામ દબાણ કર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...