ડ્રાયવરની હોશિયારીથી ટ્રક પલટી ખાતા બચ્યો:મોડાસામાં સિમેન્ટ ભરેલ ટ્રક ગટર લાઇનના ખાડામાં ઉતર્યો, તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા

અરવલ્લી (મોડાસા)2 મહિનો પહેલા

તંત્ર દ્વારા જે વિકાસની કામગીરી કરવામાં આવે છે એ ફળવાયેલ ગ્રાન્ટ પ્રમાણે કામગીરી થતી નથી. પરિણામે હલકી ગુણવત્તાની કામગીરીના કારણે વાહનો અને માણસો ભોગ બનતા હોય છે. ત્યારે મોડાસાના મેઘરજ રોડ ખાતે આવી જ એક ઘટના બનવા પામી છે.

ગટર લાઇનની કામગીરી હલકી ગુણવત્તા વાળી
મોડાસાના મેઘરાજ રોડ પર આજે સવારે 11:30 વાગ્યાના સુમારે એક સિમેન્ટ ભરેલ ટ્રક પસાર થતો હતી. ત્યારે એકા એક ટ્રકના ટાયર ભૂગર્ભ ગટર લાઇનના જે ખાડા કરીને પુરાણ કર્યું હતું એમાં ઉતરી પડ્યા. જો કે ડ્રાયવરની હોશિયારીથી ટ્રક પલટી નહીં કે અન્ય કોઈ માણસોને નુકશાન થયું નથી. પરંતુ તંત્ર દ્વારા ગટર લાઇનની કામગીરી હલકી ગુણવત્તા વાળી હોવાના કારણે આવી દુર્ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આખા નગરમાં આવા નબળા ખાડાનું પુરણ કરવામાં આવ્યું હોય એ કામગીરી સરખી કરે જેથી નિર્દોષ લોકો દુર્ઘટનાનો ભોગ ન બને.

અન્ય સમાચારો પણ છે...