પરિવારને પતંગની દોરીથી અકસ્માત નડ્યો:મોડાસામાં બાઇક સવારના ગળામાં દોરી આવી જતા ગળું કપાયું; પત્ની અને બાળક ઇજાગ્રસ્ત

અરવલ્લી (મોડાસા)12 દિવસ પહેલા

ઉત્તરાયણ જેટલું આનંદ અને ઉલ્લાસનું પર્વ છે એટલું જ જોખમી પણ છે. આનંદ લૂંટવામાં અસંખ્ય લોકો પડવા, વાગવા તેમજ દોરીથી કપાઈ જવાના અને અકસ્માતના બનાવો બનતા હોય છે.

ધનસુરાના સૂકા વાંટડા ગામે એક બાઇક સવાર પરિવાર સાથે પસાર થતો હતો. તેવામાં પતંગની દોરી એકા એક ચાલુ બાઈકે બાઇક સવારના ગળામાં આવી જતા બાઇક સવાર બાઇક પરથી પટકાયો હતો. ગળામાં દોરી વાગવાના કારણે લોહી લુહાણ હાલતમાં પત્ની અને બાળક સાથે પટકાયો હતો. આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પટકાયેલા બાઇક સવાર અને તેના પરિવારને સારવાર અર્થે ધનસુરા સીએચસી ખસેડાયો હતો. ગળામાં દોરી વાગતા ગંભીર રીતે ઇજાઓ થઇ હતી. ત્યારે ફરજ પરના ડોક્ટરે ઇજાગ્રસ્ત બાઇક સવારને ટાંકા લઈ બચાવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...