મોડાસા શહેરના જુદા જુદા વિસ્તારમાં એલસીબીએ બે જગ્યાએ અને ટાઉન પોલીસે એક જગ્યાએ બાતમીના આધારે રેડ કરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડીને તેમની પાસેથી રૂપિયા 30,850ની 100 નંગ ફિરકી કબજે લઈને તેમની સામે કાર્યવાહી હાથ ધરતા શહેરમાં ખાનગી રીતે ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
મેઘરજ રોડ ઉપરના રત્નમહોલ સોસાયટીમાં એક શખ્સ ગેરકાયદે ચાઈની દોરીનું વેચાણ કરતો હોવાની માહિતીના આધારે પોલીસે અચાનક રેડ કરીને બંધ ફ્રીજમાં છુપાવીને રાખેલી ચાઈનીઝ દોરી ની ફીરકી નંગ 25 કિંમત રૂપિયા 7500 નો મુદ્દા માલ કબજે લઈને જયેશભાઈ કાંતિભાઈ વાઘેલા સામે કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા એલસીબી નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન માહિતી મળી હતી કે શહેરના ગોવર્ધન સોસાયટીના નાકે એક શખ્સ ગેરકાયદે ચાઈનીઝ દોરી નું વેચાણ કરતો હોવાની માહિતીના આધારે પોલીસે તેને ઝડપી પાડી થેલામાં રહેલી ફીરકી નંગ 10 મળી આવી હતી
પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેણે પોતાના અરવલ્લી સોસાયટી ના રહેણાંક મકાનમાં વધુ 20 ચાઈનીઝ દોરીની વધુ રાખી હોવાની માહિતીના આધારે પોલીસે કુલ 30 ફીરકી કિંમત રૂપિયા 9,000 નો મુદ્દા માલ કબજે લઈ આરોપી ઉત્પલ સતિષભાઈ પ્રણામી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો શહેરના ભોઇવાળા વિસ્તારમાં એક શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ચાઈનીઝ દોરી ની ફીરકી રાખી હોવાની માહિતીના આધારે પોલીસે અચાનક રેડ કરીને રહેણાંક મક્કામાં રાખેલી ફિરકી 45 કિંમત રૂપિયા 14,350 ધવલકુમાર ભદ્રેશભાઈ ભોઈ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.