હાલ ગરમીનું પ્રમાણ પુષ્કળ છે જેથી વિજ ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં કે ગેસ સિલિન્ડરોમાં આગની ઘટના બનતી હોય છે અને મોટું નુકશાન થતું હોય છે. ત્યારે આવી જ એક ઘટના મેઘરજના ઇટવા ગામે બની છે.
મેઘરજના અંતરિયાળ અને રાજસ્થાનની સરહદે આવેલા ઇટવા ગામે એક વેપારી ત્રણ રૂમના મકાનમાં કારીયાણાની દુકાન ચલાવે છે. વેપારી આ દુકાન અને મકાન બંને સાથે ચલાવે છે ત્યારે ગઈ રાત્રે આ કરીયાણાની દુકાનમાં રાખેલ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. દુકાનમાં રહેલા સદસ્યો તરત જ દુકાનની બહાર નીકળી ગયા હતા અને આસપાસના લોકો એકઠા થયા હતા. દુકાનમાં પાણીનો મારો ચલાવ્યો હતો. સતત છ કલાક લોકો દ્વારા પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી. જો કે આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં આખું ઘર આગની ઝપેટમાં આવી ગયું હતું અને ઘરના ત્રણ રૂમમાં ખીચોખીચ ભરેલ કરિયાણા પ્રોવિઝનનો માલ સમાન બળીને ખાખ થઈ ગયો હતો. અંદાજીત આગના કારણે 10 લાખથી વધુનો માલસામાનને નુકશાન થવા પામ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.