દુર્ઘટના:મોડાસાના માધુપુર ગામમાં ખેડૂતને સાપે ડંખ મારતાં મોત, ખેડૂત રાત્રે પિયત કરવા માટે ગયો હતો

મોટીઇસરોલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોડાસાના માધુપુરના ખેડૂત રાત્રે પિયત માટે ખેતરમાં જતાં સાપે ડંખ મારતાં મોત થતાં ચકચાર મચી હતી.માધુપુરના પરમાર રાજાભાઈ પુંજાભાઈ રાત્રિના સાડા બાર વાગ્યે વીજળી હોવાથી પોતાના ખેતરમાં પિયત માટે જુવારના ખેતરમાં જતાં અચાનક ઝેરી સાપે ડંખ મારતાં રાજાભાઈએ ઘેર જાણ કરતાં દીકરાઓ દોડી ગયા હતા.

સાપે ડંખ માર્યો છે તેવું જણાવતા તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહન દ્વારા હોસ્પિટલ જતાં રસ્તામાં જ તેઓનું મોત નિપજ્યું હતું. મૃતકના નાના દીકરાના આગામી 21 તારીખે લગ્ન પણ ગોઠવાયા હતા. ત્યારે અચાનક રાજાભાઇનું મોત નિપજતાં પરિવાર પર મોટી આફત આવી પડી હતી. ગામલોકોએ તાત્કાલિક પોલીસ ફરિયાદ કરતાં પી.એસ.આઇ.દેવુસિંહ સહિતે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...