વિવાદ:મોડાસામાં પુત્રીના દાગીના પરત માંગતા સાસુને જમાઇ, વેવાણ અને વેવાઇએ માર્યા

મોડાસા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદની યુવતીએ 1 વર્ષ અગાઉ મોડાસાના યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતા

મોડાસાની ઝમઝમ સોસાયટીમાં દીકરીના સોનાચાંદીના ઘરેણાની માંગણી કરતી મહિલાને જમાઇ, વેવાઇ અને વેવાણે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં જમાઇ, વેવાણ અને વેવાઇ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

અમદાવાદના સરદારનગરમાં રહેતી સોનલે મોડાસાની ઝમઝમ સોસાયટીમાં રહેતા શાહરૂખ સલીમભાઈ શેખ સાથે પ્રેમસંબંધ બંધાતા બંનેએ એક વર્ષ અગાઉ લગ્ન કર્યા હતા. દરમિયાન આ યુવતી અમદાવાદમાં લગ્નનો બ્યુરો ચલાવતી તેની માતા એકતાબેન પાસે રહેતી હતી. ઈદનો તહેવાર હોવાથી આ યુવતી અમદાવાદથી મોડાસા આવી હતી.

તેની માતા બે દિવસ અગાઉ મોડાસા આવીને કહેવા લાગી હતી કે મારી દીકરી ઈદના તહેવારમાં મોડાસા આવી ત્યારે સોના ચાંદીના દાગીના અહીં મૂકેલા છે એમને પાછા આપી દો તેમ જણાવતાં શાહરૂખ અને તેના પરિજનો કહેવા લાગ્યા કે અહીંયા કોઈ દાગીના મૂકેલા નથી તેમ કહીને મહિલાને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા એકતાબેન હરીશ કુમાર મોરર્દાની રહે. સરદાર નગર જય અંબે ચવાણા સ્ટોર પાસે અમદાવાદે ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શાહરૂખ સલીમભાઈ શેખ અને સલીમભાઈ શેખ તેમજ મુમતાજ સલીમભાઈ શેખ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...