ભિલોડા પંથકની 17 વર્ષીય સગીરાને રિક્ષામાં બેસાડી અપહરણ કરી જશવંતપુરાની સીમમાં બાવળના જંગલમાં લઈ જઈને ત્રણ નરાધમોએ સામુહિક દુષ્કર્મ આચરતાં સગીરાની માતાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ નરાધમો વિરુદ્ધ જુદી-જુદી કલમ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
મયુર બોડાત અને જશવંતપુરાનો અજય કળલ તેમજ સાજન નામનો શખ્સ ભેગા મળીને અપહરણ કરીને સગીરાને રિક્ષામાં બેસાડીને ભિલોડા તાલુકાના જશવંતપુરા ગામની નજીક આવેલ ગોચરમાં બાવળના જંગલમાં લઈ ગયા હતા. જ્યાં ત્રણેય નરાધમોએ સગીરા ઉપર તેની મરજી વિરુદ્ધ ક્રમશઃ દુષ્કર્મ આચર્યું હતું.
અવાર નવાર આ ત્રણેય શખ્સો દ્વારા સગીરા ઉપર દુષ્કર્મ ગુજારીને તેને પીંખી નાંખી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફફડી ઉઠેલી સગીરાએ સમગ્ર ઘટના તેની માતાને જણાવતા તેની માતાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મયુરભાઈ ઉસ્તાદભાઈ બોડાત રહે હાથિયા તાલુકો ભિલોડા અને અજય ભાઈ રમેશભાઈ કળલ રહે જશવંતપુરા તાલુકો ભિલોડા અને સાજન ભાઈ નામના શખ્સ વિરુદ્ધ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ભિલોડા સીપીઆઇ એમ.જી વસાવાએ કવાયત હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.