વિરોધ:ધનસુરાના રામપુરમાં ભંગાર રોડ ન બનતાં ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

મોડાસા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડ નહીં તો વોટ નહીં ના બેનરો સાથે ગ્રામજનોએ રસ્તા વચ્ચે બેસી વિરોધ કર્યો

ધનસુરાના ઉદેપુર પંચાયત વિસ્તારના રામપુરમાં વર્ષોથી ઉબડખાબડ થઈ ગયેલા રસ્તા ઉપર ડામર રોડ બનાવવા બાંધકામ વિભાગ દ્વારા ગામજનોની માગણી ન સંતોષાતાં ગામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોએ ગામના મુખ્ય રસ્તા ઉપર રસ્તાના મામલે ચૂંટણી બહિષ્કારના હોડિંગ લગાવાયા છે અને રોડ નહીં તો વોટ નહીં ના નારા સાથે ગામજનોએ વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ગામજનોએ જણાવ્યું કે ગામનો મુખ્ય એપ્રોચ રસ્તો ડામર રોડ વર્ષોથી પાસ થયેલ હોવા છતાં નવો બનાવતા નથી. લાલુકંપાથી રામપુર રોડ નહીં બનાવાય તો ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરાશે અને કોઈપણ પક્ષના નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં ના બોર્ડ લગાવાયા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રામજનોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે એક મહિનાની અંદર રોડ બનાવી દેવાશે પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનું કામ શરૂ થયું નથી.

અન્ય સમાચારો પણ છે...